કસ્ટમ્સે 2018માં રૂા. 974 કરોડનું સોનું જપ્ત કર્યું

નવી દિલ્હી, તા. 7 : કસ્ટમ સત્તાવાળાઓએ નાણાકીય વર્ષ 2017-'18માં રૂા. 974 કરોડની કિંમતનું 3223 કિલો સોનું જપ્ત કર્યું હતું જે તેની આગલા વર્ષની તુલનામાં બમણું ગણાય.
ડિરેક્ટોરેટ અૉફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અહેવાલ અનુસાર ઘરઆંગણાંનાં સુવર્ણબજારમાં મોટો હિસ્સો સોનાની દાણચોરી મારફત ઘુસાડવામાં આવી રહ્યો છે. સોનાની દાણચોરીને ઓર્ગેનાઈઝ ક્રાઇમ સાથે તથા ઇન્ટરનેશનલ ક્રિમિનલ સિન્ડિકેટ સાથે ગાઢ સંબંધ છે. નાણાકીય વર્ષ 2017-'18માં ભારતીય કસ્ટમ્સ દ્વારા જપ્ત કરવામાં આવેલું કુલ સોનું રૂા. 974 કરોડની કિંમતનું 3223 કિલો હતું જે તેના આગલા વર્ષમાં જપ્ત કરાયેલા રૂા. 472 કરોડના 2422 કિલો કરતાં બમણું ગણાય એટલે કે 103 ટકા વધુ ગણાય.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer