ઊંચાં વીજબિલો અંગે આજે નિર્ણય લેવાશે

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્ર ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (મર્ક)એ જાહેર કર્યું છે કે અદાણી ઇલેક્ટ્રીસિટીના ગ્રાહકોને જે મસમોટાં વીજબિલો મળ્યાં છે તે `બરોબર' છે કે નહીં અને એવું હશે તો કંપની સામે કેવાં પગલાં લેવાં તેનો આજે નિર્ણય લેશે.
છેલ્લા બે દિવસમાં અમને અદાણી તરફથી કેટલાક ડોક્યુમેન્ટ્સ મળ્યા છે, જે વીજ ગ્રાહકોની મળેલી ફરિયાદો સંબંધિત પાઠવેલી નોટિસના પ્રત્યુત્તરરૂપે છે. નોટિસમાં બિલ કેમ વધારવામાં આવ્યું તેની સ્પષ્ટતા મગાઈ છે એમ મર્કના એક અધિકારીએ જણાવ્યું
હતું. વીજ નિયમનકારના ચૅરમૅન આનંદ કુલકર્ણી આજે અખબારનવેશોને મળી જાહેરાત કરશે.
આમ તો મર્કના અધિકારીઓ મળેલા ડોક્યુમેન્ટ્સ અંગે ભારે ચુપકિદી સેવી રહ્યા છે. અદાણીના પ્રતિનિધિઓ પણ કંઈ કહેવાને નકારી રહ્યા છે. આ બાબત સબજ્યુડિસ છે એવી દલીલ કરે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer