મણિકર્ણિકામાં કંગનાએ 150 વર્ષ જૂનાં હથિયારોનો કર્યો ઉપયોગ

મણિકર્ણિકામાં કંગનાએ 150 વર્ષ જૂનાં હથિયારોનો કર્યો ઉપયોગ
બૉલીવૂડની ક્વીન તરીકે ગણાતી સુપરસ્ટાર અભિનેત્રી કંગના રાણાવતે મણિકર્ણિકા ફિલ્મમાં તમામ તાકાત લગાવી દીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ કંગનાએ આ ફિલ્મમાં કામ કરવા માટે અસલી હથિયારોનો ઉપયોગ કર્યો છે. મણિકર્ણિકા ફિલ્મમાં તે રાની લક્ષ્મીબાઇની ભૂમિકા અદા કરી રહી છે. આ પિરિયડ ડ્રામા ફિલ્મમાં તે નિર્દેશન તરીકેની ભૂમિકા અદા કરનાર છે. તે સ્ટન્ટ કરતી નજરે પડનાર છે. તેના એક્શન ફિલ્મમાં દિલધડક રહેનાર છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે ફિલ્મમાં કંગના રાણાવતે તમામ તાકાત લગાવી દીધી છે. કંગના રાણાવતે ખુલાસો કરતા કહ્યુ છે કે ફિલ્મમાં તે તમામ મહેનત કરી રહી છે. ફિલ્મમાં કંગના રાણાવતે 150 વર્ષ જૂના હથિયારનો ઉપયોગ કર્યો છે. કંગના રાણાવતે કહ્યુ છે કે ફિલ્મમાં એક્શન સીન તે કરનાર છે. તે ફિલ્મમાં પાંચ કિલોના કવચનો ઉપયોગ કરનાર છે. કંગના રાણાવતે કહ્યુ છે કે ફિલ્મમાં તે એવા જ હથિયારનો ઉપયોગ કરનાર છે જેવા રાની લક્ષ્મીબાઇએ પોતાના ગાળામાં કર્યા હતા. કંગના રાણાવતે સમગ્ર માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપીને લોકોને ચોંકાવી દીધા છે. કંગના રાણાવત હાલમાં અન્ય ફિલ્મના શાટિંગમાં વ્યસ્ત છે. તે હાલમાં અશ્વિન અય્યર તિવારી આગામી ફિલ્મ પંગાના શાટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે જસ્સી ગિલ અને નીના ગુપ્તા કામ કરી રહી છે. પંગા એક કબડ્ડી ખેલાડીની લાઇફ પર બની રહેલી ફિલ્મ છે. 
Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer