લગ્નના તાંતણે બંધાયાં વિનેશ ફોગાટ અને સોમીર રાઠી

લગ્નના તાંતણે બંધાયાં વિનેશ ફોગાટ અને સોમીર રાઠી
મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટ અને પુરૂષ રેસલર સોમવીર રાઠી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બન્નેએ પરંપરાગત રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા. એશિયાડ બાદ વિનેશે સોમવીર સાથે લગ્નની જાહેરાત કરી હતી. લગ્નમાં પણ બન્ને રેસલરે લોકોને એક ઉદાહરણ આપવાનો પ્રયાસ કરતા સાતને બદલે લગ્નમાં આઠ ફેરા ફર્યા હતા. જેમાં આઠમા ફેરા દરમિયાન વિનેશ અને સોમવીરે `બેટી બચાઓ, બેટી પઢાઓ અને બેટી ખિલાઓ'નું વચન લીધું હતું. લગ્ન સમારોહમાં ઓલિમ્પિક મેડલ વિનર સુશીલ કુમાર, સાક્ષી મલિક, એથલિટ નિરજ ચોપડા અને કોચ કુલદીપ મલિક સહિતના ખેલાડીઓ હાજર રહ્યા હતા.
Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer