સ્પિનર હનુમા વિહારના બાઉન્સે ખેલાડીઓ અને દર્શકોને ચોંકાવ્યા

સ્પિનર હનુમા વિહારના બાઉન્સે ખેલાડીઓ અને દર્શકોને ચોંકાવ્યા
નવી દિલ્હી, તા. 14 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા શ્રેણીના બીજા ટેસ્ટ મેચમાં પિચનો મિજાજ ખૂબ જ ચર્ચામાં છે. પર્થની વિકેટ ઉપર ઝડપ અને ઉછાળ રહેશે તેવી અટકળો હતી અને ઓપ્ટસ સ્ટેડિયમ હજી સુધી આ અટકળો ઉપર ખરૂ ઉતરી રહ્યું છે. જેમાં એક બાઉન્સે દર્શકો અને ખેલાડીઓને પણ હેરાન કરી દીધા હતા. પેસર ઉમેશ યાદવ, ઈશાન્ત, મોહમ્મદ શમી અને સમપ્રીત બુમરાહ જેવા ઝડપી બોલરો ઓસ્ટ્રેલિયાને હેરાન કરી જ રહ્યા હતા. તેવામાં સ્પિનર હનુમા વિહારીના એક બોલે માર્કસ હેરિને પૂરી રીતે આશ્ચર્યમાં મુક્યો હતો. વિહારીને રાઉન્ડ વિકેટ બોલિંગ કરી તેમાં બોલ પિચની તિરાડમાં થઈને જોરદાર રીતે ઉછળી હતી. જેને હેરિસે પાછળ હટીને રમવાનો પ્રયાસ કર્યો પણ સ્લિપમાં રહાણેને સરળ કેચ મળી ગયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer