હોકીમાં અમ્પાયરિંગનું ખરાબ સ્તર નુકસાનરૂપ : હરેન્દ્ર સિંહ

હોકીમાં અમ્પાયરિંગનું ખરાબ સ્તર નુકસાનરૂપ : હરેન્દ્ર સિંહ
નેધરલૅન્ડ‰સ સામેની ક્વાર્ટર ફાઈનલમાં અમ્પાયરિંગે ભારતીય ટીમનો ભોગ લીધો હોવાનો આક્ષેપ
 
ભુવનેશ્વર, તા. 14 : નેધરલેન્ડ સામે વિશ્વકપમાં ક્વાર્ટર ફાઈનલમાં મળેલી હાર બાદ અમ્પાયરિંગ સામે સવાલ ઉઠાવતા ભારતીય હોકી ટીમના કોચ હરેન્દ્ર સિંહે કહ્યું હતું કે, ખરાબ અમ્પાયારિંગના કારણે એશિયાઈ ખેલ બાદ ટીમ વિશ્વકપ જીતવાનો મોકો પણ ચૂકી ગઈ છે. હરેન્દ્ર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમિત રોહાદાસને 10 મિનિટનું યલો કાર્ડ આપવા પાછળનું કારણ સમજાઈ રહ્યં નથી.  જ્યારે મનપ્રીતને પાછળથી ધક્કો લાગ્યો ત્યારે ડચ ખેલાડીને કોઈપણ કાર્ડ આપવામાં આવ્યું નહોતું. આ જ કારણથી વિશ્વકપ જીતવાનો મોકો ખરાબ અમ્પાયરિંગના કારણે ચૂકાયો છે.
હરેન્દ્ર સિંહના કહેવા પ્રમાણે તેઓ હાર માટે દિલગીર છે પણ જ્યાં સુધી અમ્પાયરિંગનું સ્તર નહી સુધરે ત્યાં સુધી આવા પરિણામોનો સામનો કરવો પડશે.  ભારતીય કેપ્ટન મનપ્રિત સિંહે કહ્યું હતું કે, બે મોટી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ ખરાબ અમ્પાયરિંગની ભોગ બની છે. બીજા લોકો સવાલો કરી રહ્યા છે કે ટીમને જીત કેમ મળી રહી નથી અને પ્રદર્શનમાં સુધારો કેમ થઈ રહ્યો નથી. પરંતુ અમ્પાયરિંગ દ્વારા લેવાતા ભોગ વચ્ચે લોકોને આપવા માટે જવાબ રહેતો નથી.  જો કે આ મામલે ભારતીય ટીમના કોચે ફરિયાદ દાખલ કરવાનો ઈનકાર કર્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer