વર્લ્ડ ટૂર ફાઈનલ્સ પીવી સિંધુ સેમિફાઈનલમાં પહોંચી

વર્લ્ડ ટૂર ફાઈનલ્સ પીવી સિંધુ સેમિફાઈનલમાં પહોંચી
નવી દિલ્હી, તા. 14 : ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધૂએ શુક્રવારે બેઈવેન ઝાંગને સીધા સેટમાં 21-9 અને 21-15માં હરાવીને વિશ્વટુર ફાઈનલ્સના સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 35 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ભારતીય સ્ટાર શટલરે અમેરિકાની ખેલાડી સામે સરળ જીત મેળવી હતી. આ બન્ને વચ્ચે 7મી વખત ટક્કર થઈ હતી. જેમાં ચોથી વખત સિંધૂએ જીત મેળવી હતી. બીજી તરફ પુરૂષ વર્ગના ગ્રુપ બી મુકાબલામાં સમીર વર્માએ વિજય અભિયાન જારી રાખતા થાઈલેન્ડના કાંતાફોન વાંગચારોનને 21-9 અને 21-18થી હરાવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer