પર્થ ટેસ્ટ : પહેલા દિવસે અૉસ્ટ્રેલિયાના 6/277 રન

પર્થ ટેસ્ટ : પહેલા દિવસે અૉસ્ટ્રેલિયાના 6/277 રન
ઓપનર હેરિસ અને ફિંચે ટીમને અપાવી મજબૂત શરૂઆત : દિવસના અંતે ટિમ પેન અને પેંટ કમિન્સ દાવમાં 
 
પર્થ, તા. 14 : ઓપનર માર્કસ હેરિસના 70 રન, આરોન ફિંચના 50 અને ટ્રેવિસ હેડના 58 રનની ઈનિંગ સાથે ઓસ્ટ્રેલિયાએ પર્થ ટેસ્ટના પહેલા દિવસે શુક્રવારે 6 વિકેટના નુકશાને 277 રન બનાવ્યા હતા. પર્થના નવા ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહેલા મુકાબલાના પહેલા સત્રમાં ભારતીય ટીમને કોઈ સફળતા મળી નહોતી. પરંતુ બીજા સત્રમાં યજમાન ટીમને બોલરોએ મુશ્કેલીમાં મુકી હતી અને 3 વિકેટ લીધી હતી.  દિવસ પૂરો થતા સમયે ટિમ પેન (16) અને પેંટ કમિન્સ(11) રને મેદાનમાં હતા. 
શ્રેણીના બીજા ટેસ્ટમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને હેરિસ અને ફિંચે મજબુત શરૂઆત અપાવી હતી. બન્નેએ મળીને પહેલી વિકેટ માટે 112 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો ફિંચના રૂપે લાગ્યો હતો. જેને બુમરાહે એલબીડબલ્યૂ આઉટ કરી પેવેલિયન રવાના કર્યો હતો. ત્યારબાદ ઉસ્માન ખ્વાજાને માત્ર પાંચ રને ઉમેશ યાદવે શિકાર બનાવ્યો હતો. ઓપનર માર્કસ હેરિસ સારા ફોર્મમાં રમી રહ્યો હતો પણ ઈનિંગની 49મી ઓવરમાં હનુમા વિહારીની બોલ ઉપર રહાણેને કેચ આપી બેઠો હતો. ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 112 રને પડી હતી. ત્યારબાદની ત્રણ વિકેટ 148 રન સુધીમાં પડી હતી. ઓસ્ટ્રેલિયાએ 33.3 ઓવરમાં 100 અને 68.5 ઓવરમાં 200 રન પુરા કર્યા હતા. 4 વિકેટ પડયા બાદ શોન માર્સ અને ટ્રેવિસ હેડે મોરચો સંભાળ્યો હતો અને પાંચમી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. જો કે 45 રન કરીને માર્શ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ હેડને ઈશાન્તે આઉટ કર્યો હતો.
Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer