જીએસટી કાઉન્સિલ 28 ટકાના સ્લેબમાંથી અમુક આઈટમોને બાદ કરશે

જીએસટી કાઉન્સિલ 28 ટકાના સ્લેબમાંથી અમુક આઈટમોને બાદ કરશે
સિમેન્ટમાં ટૅક્સ ઘટવાની શક્યતા       

નવી દિલ્હી, તા.14 (પીટીઆઈ): જીએસટી કાઉન્સિલની 22મી ડિસેમ્બરે મળનારી બેઠકમાં સિમેન્ટ સહિત વિવિધ કન્સ્ટ્રક્શન ક્ષેત્રની જણસોને જીએસટીના 28 ટકાના કર માળખામાંથી બહાર કાઢી 18 ટકાના કર માળખામાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. 
નાણાપ્રધાન અરુણ જેટલીના નેજા હેઠળની કાઉન્સિલે જીએસટી અમલ થયા પછીના દોઢ વર્ષમાં 28 ટકાના કર માળખામાંથી 191 ચીજ/વસ્તુઓને બાદ કરી છે, હવે આ કર માળખામાં ફક્ત 35 આઈટમો છે. 
એક અધિકારીએ કહ્યું કે, હવે ફક્ત લક્ઝરી આઈટમો અને ડિમેરિટ (દારૂ, સિગારેટ) ગુડ્સને જ 28 ટકાના કર માળખામાં રાખવાનો લક્ષ્ય છે. કાઉન્સિલની આગામી મિટિંગ 22 ડિસેમ્બરે છે. જીએસટીના અમલ વખતે 28 ટકાના કર માળખામાં 226 ચીજ/વસ્તુઓનો સમાવેશ હતો. 
જુલાઈની મિટિંગમાં જીએસટી કાઉન્સિલે આ સ્લેબમાં ઘટાડો કરતા પેઈન્ટ્સ, પર્ફ્યુમ, કોસ્મેટિક્સ, હેર ડ્રાયર, શેવર્સ, મિક્સર ગ્રાઈન્ડર, વેક્યુમ ક્લિનર અને લિથિયમ આયન બેટરીને 18 ટકાના કર માળખામાં ફેરવી હતી.    
Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer