વાજપેયીના સ્મારકરૂપે જારી થશે રૂપિયા 100નો સિક્કો

નવી દિલ્હી, તા. 14 : બજારમાં નવી ચલણી નોટો આવ્યા બાદ હવે સરકાર તરફથી એક નવો સિક્કો બજારમાં મુકવાની તૈયારી ચાલી રહી છે. આ સિક્કો 100 રૂપિયાનો હશે અને તેના ઉપર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈની તસવીર છપાયેલી હશે. 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાનની 95મી જન્મતિથિ ઉપર ભારત સરકાર તરફથી સ્મારક સિક્કો જારી કરવાની ઘોષણા થવાની સંભાવના છે. કહેવાય રહ્યું છે કે, 100 રૂપિયાના આ ખાસ સિક્કા માટે નાણામંત્રાલય તરફથી તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.  
સિક્કાની ખાસિયત
સિક્કા ઉપર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈની તસવીર
બીજી તરફ અશોક સ્તંભ અને વાજપેઈનું નામ દેવનાગરી,અંગ્રેજી ભાષામાં 
વાજપેઈની તસવીર નીચે તેમની જન્મ તારીખ અને વર્ષ તેમજ અવસાનનું વર્ષ લખેલું હશે
સિક્કાનું વજન 35 ગ્રામ
50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસતથી બનશે સિક્કો
નવા સિક્કા માટે બુકિંગનો સમય નક્કી થશે અને પ્રીમિયમ દરે વેંચવામાં આવશે
અંદાજીત 3300 થી 3500 રૂપિયાના પ્રીમિયમ દર રાખવામાં આવશે.
Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer