જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાન અંગેનાં સર્વેક્ષણ

અને સર્વેક્ષણનાં પરિણામો જાહેર કરવા પર પ્રતિબંધ
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 : 20 ડિસેમ્બરે 72-જસદણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી દરમિયાન મતદાન અંગેનાં સર્વેક્ષણ અને સર્વેક્ષણનાં પરિણામો જાહેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એમ સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીની યાદીમાં જણાવાયું છે. 
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ભારતના ચૂંટણી આયોગ દ્વારા 72-જસદણ વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ કરવા અને સર્વેક્ષણનાં પરિણામો પ્રસિદ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ 126(એ)ની પેટાકલમ-1 હેઠળ આ પ્રતિબંધ મુકાયો છે. પ્રતિબંધનો સમયગાળો 20 ડિસેમ્બરે સવારે 7થી સાંજે 5.30 વાગ્યા સુધી રહેશે. એ ઉપરાંત મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાકના સમયગાળા દરમિયાન મતદાન અંગેનાં અનુમાનો કે ચૂંટણીસર્વેક્ષમ સહિતની કોઈ પણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઈ પણ ઇલેક્ટ્રૉનિક માધ્યમો પરથી પ્રસારિત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-126 (1)(બી) હેઠળ પ્રતિબંધ મુકાયો છે; જેની સમાચાર બ્યુરો, રેડિયો, ટેલિવિઝન ચૅનલ સહિતનાં પ્રચારમાધ્યમોને ખાસ નોંધ લેવા જણાવાયું છે. 
Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer