મોબાઈલ નંબર પોર્ટ કરવાની પ્રક્રિયા ઝડપી બની

ટ્રાઈએ સમયમર્યાદા ઘટાડીને બે દિવસ નક્કી કરી : સર્કલ બદલવાની પ્રક્રિયા માટે નિયત થયા ચાર દિવસ 
 
નવી દિલ્હી, તા. 14 : મોબાઈલ નંબર બદલ્યા વિના સર્વિસ પ્રોવાઈડર બદલવાની પ્રક્રિયાને ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ હવે સરળ બનાવી છે. ટ્રાઈએ એક મહત્વનો નિર્ણય કરતા સર્વિસ એરિયા વચ્ચેના નંબર બદલવા સંબંધિત અરજી માટે બે દિવસની સમયમર્યાદા નક્કી કરી છે. જ્યારે એક સર્કલમાંથી બીજા સર્કલમાં નંબર બદલવા માટે 4 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત જો ટેલિકોમ કંપની મોબાઈલ નંબર પોર્ટ કરવા સંબંધિત અરજી ખોટી રીતે નકારશે તો તેના ઉપર 10,000 રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
 ટ્રાઈએ કહ્યું છે કે, પોર્ટિંગ સંબંધિત રિકવેસ્ટને પુરી કરવામાં ઝડપ લાવવા માટે ઈન્ટ્રા લાઈસેંસ્ડ સર્વિસ નંબર્સ માટેની સમયમર્યાદા કામકાજના બે દિવસમાં નિયત કરવામાં આવી છે.  આ ઉપરાંત એક સર્કલથી બીજા સર્કલની પોર્ટ રિક્વેસ્ટ માટેની સમયસીમા ઘટાડીને 4 દિવસની કરી છે. અગાઉ આ પ્રક્રિયાની સમયમર્યાદા 15 દિવસની હતી.  યૂપીસી (યૂનિક પોર્ટિંગ કોડ)ની વેલિડિટી પણ 15 દિવસના બદલે 4 દિવસ કરવામાં આવી છે. જો કે જમ્મુ કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વ માટે વેલિડિટીમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.  જ્યારે ટેક્સ મેસેજ મારફતે પોર્ટિંગ રિક્વેસ્ટને પરત લેવાની પ્રક્રિયા પણ સરળ અને ઝડપી બનાવવામાં આવી છે.
Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer