રાજસ્થાનના `સમ્રાટ'' અશોક, સચીન બનશે `સહાયક પાઈલટ''

રાજસ્થાનના `સમ્રાટ'' અશોક, સચીન બનશે `સહાયક પાઈલટ''
અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા.14 : મધ્યપ્રદેશ બાદ આજે બીજા દિવસે રાજસ્થાનનાં સરતાજનાં નામ ઉપર આખરી મહોર લાગી ગઈ છે. કોંગ્રેસનાં પર્યવેક્ષક કે.સી.વેણુગોપાલે કહ્યું હતું કે વિધાયક દળની બેઠકમાં કરવામાં આવેલા નિર્ણય અંગે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીને અવગત કરવામાં આવ્યા હતાં અને ત્યારબાદ રાહુલે ઘણાં નેતા અને કાર્યકરો સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય એવો કર્યો છે કે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોત રહેશે. જ્યારે સચિન પાયલોટ બનશે નાયબ મુખ્ય પ્રધાન. 

બે દિવસ સુધી ચાલેલી મથામણ બાદ આજે કોંગ્રેસ દ્વારા આ સત્તાવાર જાહેરાત બાદ પાયલોટે કહ્યું હતું કે એક જ દિવસે બે-બે કરોડપતિ બનશે તેવી કોને ખબર હતી ! ગેહલોતે પણ કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધી અને ચૂંટાયેલા વિધાયકોનો આભાર માને છે. જનતાની સેવા કરવાની તક મળવા બદલ પણ તેઓ આભારી છે. જે મુદ્દાઓને લઈને કોંગ્રેસ આગળ વધ્યો હતો તેનાં ઉપર કામ કરવામાં આવશે. સુશાસન અને કિસાનોની કરજ માફી આમાં મુખ્ય રહેશે. પાંચ વર્ષ સુધી જનતાએ જે સમસ્યાઓ ભોગવી તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ થશે.      

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer