નેપાળમાં 200, 500 અને 2000ની નોટો પર પ્રતિબંધ

મુંબઈ, તા. 15 : નેપાળમાં અત્યાર સુધી ભારતનું બધું ચલણ ચાલતું હતું, પરંતુ હવે પછી 200, 500 અને 2000 રૂપિયાની નોટો ત્યાં નહીં ચાલે કેમ કે નેપાળ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
હાલ નેપાળમાં સ્થાનિક ચલણની સાથે જ અમેરિકન ડૉલર અને ભારતીય ચલણ સ્વીકારવામાં આવે છે. નોટબંધી બાદ નેપાળમાં હજારો લોકોને મોટો આર્થિક ફટકો સહન કરવો પડયો હતો. આ પાર્શ્વભૂમિ પર નેપાળ સરકારે હવે પછી ભારતની ફક્ત 100 રૂપિયાની નોટો જ ત્યાં ચાલશે એવો નિર્ણય લીધો છે.


Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer