IPL : બે કરોડ બેઝ પ્રાઈઝમાં એક પણ ભારતીય નહીં

નવી દિલ્હી, તા. 15 : ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન માટે ખેલાડીઓની હરાજી 18 ડિસેમ્બરે જયપુરમાં થવાની છે. પહેલીવાર હરાજીની પ્રક્રિયા બેંગલુરુની બહાર થઈ રહી છે. 346 ખેલાડીઓના લિસ્ટમાં કોઈ પણ ભારતીય ક્રિકેટર સૌથી વધારે બે કરોડવાળી પ્રાઈઝ લિસ્ટમાં નથી. તેમાં સામેલ નવ વિદેશી ખેલાડીઓમાં ન્યૂ ઝીલેન્ડના બ્રેંડન મૈકુલમ (37 વર્ષ) જેની ઉંમર સૌથી વધારે છે. જ્યારે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડ સૈમ કરન (20 વર્ષ) સૌથી યુવા છે. આ લિસ્ટમાં ખેલાડીઓની સરેરાશ ઉંમર 30.6 વર્ષ છે. 
એવું માનવામાં આવે છે કે, ટી-20 યુવા ખેલાડીઓની ગેમ છે. પરંતુ ટોપ બેઝ પ્રાઈઝ લિસ્ટમાં સામેલ પાંચ ખેલાડીઓની ઉંમર 30 વર્ષ કરતાં વધારે છે અને તે સૌથી વધારે ચોંકાવનારી વાત છે. જોકે ઉંમરની રમત રમવા સાથે કોઈ ખાસ લેવાદેવા નથી. ગઈ વખતે પણ સૌથી વધારે ઉંમરવાળા ખેલાડીઓની ટીમ ચેન્નાઈ સુપરાકિંગે મેચ જીતી હતી. તેમનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખુદ 36 વર્ષનો છે.   બે કરોડની લિસ્ટમાં માત્ર 4 ખેલાડીઓ 30 વર્ષ કરતાં નાના છે.
ટોપ લિસ્ટમાં 9માંથી પાંચ ખેલાડીઓ ઓલરાઉન્ડર છે. તેનાથી ખ્યાલ આવે છે કે, આઈપીએલમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની માગ સૌથી વધારે છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer