હોરર ફિલ્મોના દિગ્દર્શક તુલસી રામસેનું અવસાન

મુંબઈ, તા. 15 : વીરાના, બંધ દરવાજા અને પુરાની હવેલી જેવી ફિલ્મોના દિગ્દર્શક તુલસી રામસેનું ગઈકાલે અવસાન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. તેમણે `દો ગજ જમીન કે નીચે', `હોટલ', `પુરાના મંદિર' જેવી હોરર ફિલ્મ ઉપરાંત 90ના દાયકાની ટીવી શ્રેણી `ઝી હોરર શૉ'નું પણ નિર્દેશન કર્યું હતું. તેમને છાતીમાં દુખાવો થતાં એમના પુત્ર કોકિલાબેન હૉસ્પિટલમાં લઈ ગયા હતા.
હૉસ્પિટલમાં રાત્રે અઢી વાગ્યે તેમને મૃત ઘોષિત કરાયા હતા.

Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer