કૉસ્ટલ રોડનું ભૂમિપૂજન રવિવારે રાખવા સેનાનો આગ્રહ

મુંબઈ, તા. 15 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 18મી ડિસેમ્બરે કલ્યાણ - ભિવંડી - થાણે મેટ્રોના ભૂમિપૂજન માટે શહેરમાં આવવાના છે એ બાબતને ધ્યાનમાં લઈ મેયર વિશ્વનાથ મ્હાડેશ્વરે પાલિકા કમિશનર અજોય મહેતાને પત્ર લખી કૉસ્ટલ રોડ પ્રોજેક્ટનું ભૂમિપૂજન રવિવારે સાંજે 4.30 વાગ્યે યોજવાનો અનુરોધ કર્યો છે.
દેખીતી રીતે જ આ લાભ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાટી ન જાય તે માટે જ શિવસેનાના મેયરે આ પેંતરો અજમાવ્યો હોય એવું લાગે છે. `સેનાને સંભવત: વડા પ્રધાનનો ડર છે' એમ ભાજપના એક નેતાએ જણાવ્યું હતું.

Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer