રૂા. 333 કરોડ જીએસટીની છેતરપિંડી : સ્ટીલ કંપનીના એક ડિરેક્ટરની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : સેન્ટ્રલ ગુડ્ઝ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ અને સેન્ટ્રલ એક્સાઈઝે ત્રણ કંપનીઓએ જીએસટીની જોગવાઈ હેઠળ રૂા. 333 કરોડની ક્રેડિટનો છેતરપિંડીભર્યો દાવો કર્યો હોવાનું શોધી કાઢ્યું છે. આ સંદર્ભમાં અધિકારીઓએ ઇન્દોરની નેશનલ સ્ટીલ ઍન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ડિરેક્ટર નગલિંગમ ગોલીની ધરપકડ કરી હતી. ગોલીએ રૂા. 333 કરોડની ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (આઈટીસી) મેળવી હતી.
જેમ કે ખરેખરીની ખરીદ તથા વેચાણ કરાયા વગર સેલ ઇન્વોઈસ ઈસ્યૂ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer