ફ્લાઈટમાં પણ થઈ શકશે મોબાઈલનો ઉપયોગ : નિયમોને મંજૂરી

નવી દિલ્હી, તા. 16 : મુસાફરોની ફ્લાઈટ દરમિયાન મોબાઈલ ઉપર વાતચીત અને ડેટાનો ઉપયોગ કરવાની રાહ ટૂંક સમયમાં હવે પૂરી થઈ શકે છે.  કેન્દ્રીય વિમાનના સચિવ આર.એન. ચૌબેના કહેવા પ્રમાણે  કેન્દ્રીય દુરસંચાર વિભાગ (ડીઓટી)એ ઈનફ્લાઈટ કનેક્ટિવિટીના નિયમો માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આઈએફસી સેવા દેવા માટે ઈચ્છુક કંપનીઓ હવે પરવાના મેળવવા માટે ડીઓટીનો સંપર્ક કરી શકશે.  આ કંપનીઓ પોતાના વિમાનમાં ઈનફ્લાઈટ કનેક્ટિવિટી સેવા આપવા માટે ઈચ્છુક એરલાઈન્સની  સેવા પ્રદાતા બની શકશે. કહેવાઇ રહ્યું છે કે એરટેલ અને જીયો જેવી લગભગ તમામ મોટી કંપનીઓ આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે ઈચ્છુક છે. સ્પાઈસજેટના કહેવા પ્રમાણે બોઈંગ 737 મેક્સ વિમાન સેટકોમથી સજ્ય છે. જે ફ્લાઈટ દરમિયાન મોબાઈલ સેવા આપવા માટે સક્ષમ છે. કંપનીના કહેવા પ્રમાણે સરકાર તરફથી મંજૂરી મળતાની સાથે જ ઈનફ્લાઈટ કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer