કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિરુદ્ધ ગંભીર ફરિયાદ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 16 : શહેરના પ્રખ્યાત કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના પ્રયાસની ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વિશ્વેસ્વરૂપ સ્વામી વિરુદ્ધ એક 24 વર્ષના યુવકે માર માર્યાની અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું છેલ્લા 15 દિવસથી મંદિરના જૂના બિલ્ડિંગમાં સૂર્યપ્રકાશ સ્વામીના રૂમમાં વાંચવા જતો હતો. 13 ડિસેમ્બરને ગુરુવારના રોજ રાતે 11-30 વાગ્યે  વિશ્વેસ્વરૂપ સ્વામી રૂમમાં આવ્યા હતા અને તેને કહ્યુ ંહતુ ંકે બહાર મારી ગાડી પડી છે તેને કવરથી ઢાંકી દે પરંતુ મને પગમાં વાગ્યું હોવાથી  મેં ગાડી ઢાંકવા જવાની  મનાઇ કરતા વિશ્વેસ્વરૂપ સ્વામી  ગુસ્સે થઇ ગયા હતા અને તેમણે મને માર માર્યો હતો અને ત્યારબાદ મને રૂમમાં લઇ જઇ મારી સાથે અડપલાં કરી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ મુદ્દે પોલીસે સ્વામી વિશ્વસ્વરૂપ વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. પોલીસે હવે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સ્વામીની શોધ આદરી  છે. પી.આઇ. આર.જી.દેસાઇ કહ્યું કે, જરૂરી  પુરાવા એકઠા કર્યા પછી સ્વામીની ધરપકડ કરાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer