ગુજરાત સરકાર 196 ફૉરેસ્ટ વિલેજના રેવન્યુ રેકર્ડ એક માસમાં તૈયાર કરશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા 16 : મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી આદિ જાતિ વિકાસ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં વનબંધુઓના સર્વગ્રાહી વિકાસ અને જીવનધોરણમાં વૃદ્ધિના મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન રૂપાણીએ રાજ્યમાં 196 ફોરેસ્ટ વિલેજને રેવન્યુ વિલેજ  બનાવવામાં આવેલા છે તેના રેવન્યુ રેકર્ડ  એક માસમાં તૈયાર કરી દેવાની સ્પષ્ટ સૂચના આપી હતી. આ સાથે મુખ્ય પ્રધાને આદિ જાતિ ખાતેદારોની જમીનની માલિકીનો વિસ્તાર નાનો હોવાથી એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે,  બ્લોક/સર્વે નંબરના આદિ જાતિ ખાતેદારને 4 એકર જમીન હોય તો પણ બીજું વીજજોડાણ આપવામાં આવશે. રાજ્યમાં વધારાનું ખેતીવિષયક વીજજોડાણ મેળવવા માટે ખાતેદાર પાસે 8 એકરથી વધુ જમીન હોવી આવશ્યક છે પરંતુ આદિ જાતિ વિસ્તાર માટે આ નિયમમાં છૂટછાટ આપવામાં આવી છે. 
મુખ્ય પ્રધાને જણાવ્યું છે કે, આદિ જાતિ પરિવારોના બાળકો સેપ્ટ, રક્ષાશક્તિ, ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી  જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરી શકે તે માટે આવી યુનિવર્સિટી અને સંસ્થાઓમાં અભ્યાસ કરતા આદિ જાતિ વિદ્યાર્થીઓને પણ અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના વિદ્યાર્થીઓને મળતી  શિષ્યવૃત્તિના ધોરણે જ શિષ્યવૃત્તિ સહાય અપાશે.
 
 
 
 
 
 

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer