લાથમની અણનમ સદીથી શ્રીલંકા સામે વર્ચસ્વ જમાવતું કિવિઝ

લાથમની અણનમ સદીથી શ્રીલંકા સામે વર્ચસ્વ જમાવતું કિવિઝ
પહેલી ટેસ્ટમાં શ્રીલંકાના 282 સામે ન્યૂ ઝીલૅન્ડના 2/311 રન
વેલિંગ્ટન તા.16: ટોમ લાથમની અણનમ સદી (121) અને રોશ ટેલરની અણનમ અર્ધસદી (પ0)ની મદદથી ન્યુઝીલેન્ડની ટીમે પ્રવાસી શ્રીલંકા સામેના પહેલા ટેસ્ટમાં મજબૂત પકડ જમાવી છે. શ્રીલંકાના પહેલા દાવમાં 282 રનના જવાબમાં આજે બીજા દિવસની રમતના અંતે કિવિઝના માત્ર બે વિકેટ ગુમાવીને 311 રન થયા છે. આથી તે 29 રને આગળ થયું છે અને 8 વિકેટ અકબંધ છે. લાથમ 2પ6 દડામાં 11 ચોકકાથી 121 રને અણનમ રહયો હતો. જયારે તેના સાથમાં ટેલરે 86 દડામાં પ ચોકકાથી અણનમ પ0 રન કર્યાં હતા. જયારે કિવિ કેપ્ટન કેન વિલિયમ્સ સદી ચૂકીને 91 રને આઉટ થયો હતો. તેણે 93 દડાની ઇનિંગમાં 10 આકર્ષક ચોકકા લગાવ્યા હતા. ઓપનર જીત રાવલે 43 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી પહેલા દાવમાં કરુણારત્નેએ 79, મેથ્યૂસે 83 અને ડિકવેલાએ 80 રન કર્યાં હતા. કિવિ ફાસ્ટ બોલર સાઉધીએ 6 વિકેટ લીધી હતી.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer