સતત સાત ફાઇનલની હાર બાદ પીવી સિંધુ વર્લ્ડ ટૂર ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન

સતત સાત ફાઇનલની હાર બાદ પીવી સિંધુ વર્લ્ડ ટૂર ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન
ફાઇનલમાં જાપાની ખેલાડી ઓકુહારાને હરાવી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ જીતનારી ભારતની પહેલી શટલર બની
ગ્વાંગઝૂ (ચીન), તા.16: ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ઇતિહાસ રચીને વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં આ વર્ષે સતત હાર સહન કરનાર પીવી સિંધુએ આજે વર્લ્ડ ટૂરના ખિતાબી મુકાબલામાં પરંપરાગત હરીફ જાપાનની ખેલાડી નોજોમી ઓકુહારા સામે 21-19 અને 21-17થી લડાયક જીત મેળવી હતી અને આ ટૂર્નામેન્ટમાં પહેલીવાર ચેમ્પિયન બની છે. સિંધુની કેરિયરનું આ 14મું અને સિઝનનું પહેલું ટાઇટલ છે.  23 વર્ષીય પીવી સિંધુએ સતત સાત ફાઇનલની હાર બાદ ખિતાબ કબજે કર્યોં છે. આ સાથે જ પ્રતિષ્ઠિત વર્લ્ડ ટૂર ફાઇનલ્સનો ખિતાબ જીતનારી પીવી સિંધુ પહેલી ભારતીય બેડમિન્ટન ખેલાડી બની છે.
આ પહેલા આ વર્ષે સિંધુ સાત વખત ફાઇનલમાં પહોંચીને હારી હતી. તેણીને એશિયન ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશીપ, કોમનવેલ્થ ગેમ્સ, ઇન્ડિયા ઓપન, થાઇલેન્ડ ઓપન, હોંગકોંગ ઓપન અને બીડબ્લ્યૂએફ ફાઇનલમાં હાર સહન કરવી પડી હતી. છેલ્લે સિંધુએ 2017માં નાજોમી ઓકુહારાને જ હરાવીને કોરિયા ઓપનનો ખિતાબ જીત્યો હતો. 
વર્લ્ડ ટૂર ફાઇનલ્સના ખિતાબી જંગમાં સિંધુએ સતત બીજીવાર જગ્યા બનાવી હતી. ગયા વર્ષે તે ઓકુહારા સામે હારી હતી, પણ આ વખતે ઓકુહારાને હાર આપીને ખિતાબ પર કબજો જમાવ્યો છે.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer