કુંભમેળામાં જનાર ભાવિકો માટે 800 ખાસ ટ્રેનો દોડાવાશે

લખનૌ, તા. 16 : કુંભ મેળા 2019માં આવનાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા 800 સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રેનો જુદા જુદા સ્ટેશનોથી પ્રયાગરાજની વચ્ચે દોડાવવામાં આવશે. 15 જાન્યુઆરીથી કુંભમેળો શરૂ થશે. રેલવેના એક અધિકારીએ માહિતી આપતાં કહ્યંy છે કે, આ ટ્રેનો સામાન્ય ટ્રેનો ઉપરાંતની રહેશે. નોર્થ સેન્ટ્રલ રેલવેના પીઆરઓ અમિત માલવીયાએ કહ્યું છે કે, કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ અને ટુરિસ્ટો માટે દેશના દરેક રેલવે ઝોનથી છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.  રેલવે પાંચ હજાર પ્રવાસી ભારતીયોને પ્રયાગરાજથી નવી દિલ્હી લઇ જવા માટે પાંચ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. આ લોકો વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લીધા બાદ કુંભ મેળામાં જશે.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer