મોદી સરકાર વિરુદ્ધ સોનિયા અને રાહુલ ગાંધીના આકરા પ્રહાર

મોદી સરકાર વિરુદ્ધ સોનિયા અને રાહુલ ગાંધીના આકરા પ્રહાર
કરુણાનિધિની પ્રતિમાના અનાવરણનો પ્રસંગ
કરુણાનિધિની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ એક મંચ ઉપર જોવા મળ્યા હતા. રજનીકાંત અને શત્રુઘ્ન સિંહા પણ હાજર રહ્યા હતા.
ચેન્નઈ, તા. 16 (પીટીઆઇ) : ભારતીય જનતા પક્ષ (ભાજપ) બંધારણીય મૂલ્યોનો નાશ કરી રહ્યો હોવાનું જણાવીને કૉંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ ભાજપની આકરી ટીકા કરી હતી અને લોકસભાની ચૂંટણીમાં ભગવા પક્ષને ઉથલાવવા માટે તેમનો પક્ષ અને દ્રવિડ મુન્નેત્ર કળગમ (દ્રમુક) વચ્ચે મજબૂત સંબંધની દાદ ચાહી હતી.
દ્રમુકના દિવંગત નેતા એમ. કરુણાનિધિની પ્રતિમાનું અત્રે દ્રમુકના મુખ્યાલય ખાતે સોનિયા ગાંધીએ અનાવરણ કરીને સદ્ગત નેતાની ભરપૂર પ્રશંસા કરી હતી.
કૉંગ્રેસ અને દ્રમુક વચ્ચેની એકતાનો સંદેશો લોકોને મળવો જોઈએ. તામિલનાડુ અને દેશની પ્રજાને એવો સંદેશો જવો જોઈએ કે આપણે સંગઠિત છીએ અને છેલ્લાં 70 વર્ષથી ભારતનું ઘડતર કરીને એને ટકાવી રાખનારા આપણા દેશનું બંધારણ અન એનાં મૂલ્યોનું  રક્ષણ કરવા માટે કૃતનિશ્ચયી છીએ, એમ સોનિયા ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
દરમિયાન દ્રમુક દ્વારા આયોજિત જાહેર રૅલીને સંબોધતાં કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ પણ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા જેવી દેશની સંસ્થાઓનો તેઓ `િવનાશ' થવા દેશે નહીં.
આ રૅલીમાં તેલુગુ દેશમ પાર્ટીના સર્વેસર્વા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ સહિત વિપક્ષી નેતાઓએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં દક્ષિણના સુપર સ્ટાર રજનીકાંત અને બોલીવુડના શત્રુઘ્ન સિંહા પણ હાજર રહ્યા હતા.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer