કૉંગ્રેસ હવે સુપ્રીમ કોર્ટને પણ `જુઠ્ઠી'' તરીકે રજૂ કરે છે : મોદી

કૉંગ્રેસ હવે સુપ્રીમ કોર્ટને પણ `જુઠ્ઠી'' તરીકે રજૂ કરે છે : મોદી
રફાલ સોદા વિશે ચુકાદા બાદ વડા પ્રધાનની આકરી પ્રતિક્રિયા
ક્વાટ્રોશી અને મિશેલને કૉંગ્રેસના `મામા' તરીકે ઓળખાવ્યા
રાયબરેલી/અલાહાબાદ, તા.16  (પીટીઆઇ) : રફાલ સોદા વિશે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત કૉંગ્રેસ વિરુદ્ધ જાહેરમાં વ્યક્ત કરેલા આક્રોશમાં એવો  
આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ પણ સુપ્રીમ કોર્ટને `જુઠ્ઠી' તરીકે દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે અને સંરક્ષણ દળોની નામોશી કરી રહ્યો છે.
રાયબરેલીમાં રૅલીને સંબોધી વખતે મોદીએ કૉંગ્રેસ સરકાર દ્વારા પાછલા સંરક્ષણ સોદાઓને `કલંકિત' તરીકે ઓળખાવ્યા હતા અને ઇટાલિયન બિઝનેસમૅન ઓટ્ટાવિયો ક્વાટ્રોશી તથાકથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને (કૉંગ્રેસના) `મામા' તરીકે ઓળખાવ્યા હતા.
યૂપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના લોકસભા ક્ષેત્ર રાયબરેલીમાં એક જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોદીએ ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિતમાનસની ચોપાઈ મારફતે કોંગ્રેસ ઉપર નિશાન તાક્યું હતું. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસની હાલત રામચરિતમાનસમાં ભગવાન રામે કહેલા `જુઠઈ લેના, જુઠઈ દેના, જુઠઈ ભોજન, જુઠ ચબૈના' જેવી જ છે. રાયબરેલીમાં સભા બાદ મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા અને કુંભ મેળાના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું અને સંગમ ઉપર ગંગા આરતી કરી હતી. પ્રયાગરાજમાં સભા સંબોધિત કરતા કટોકટીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ ન્યાયપાલિકા ઉપર દબાણ વધારવાના પ્રયાસ કરી રહ્યો હોવાનો આરોપ મુક્યો હતો. 
આજે રવિવારે રાયબરેલીમાં જનસભા સંબોધિત કરતા મોદીએ કોંગ્રેસ ખોટા આરોપો મુકી રહ્યો હોવાનું કહ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ માટે રક્ષ મંત્રાલય, ભારતીય વાયુસેનાના અધિકારી, ફ્રાન્સની સરકાર, સુપ્રીમ કોર્ટ તમામ ખોટા છે. પરંતુ હકીકતમાં સત્યને શણગારની જરૂર નથી હોતી. રાયબરેલીમ જનસભા અગાઉ મોદીએ 900મી કોચ અને હમસફર કોચને લીલીઝંડી બતાવી હતી. રેલીમાં મોદીએ કોચ ફેક્ટરી મામલે પણ કોંગ્રેસે પુરતી કામગીરી ન કરી હોવાનો આરોપ મુક્યો હતો.  તેમજ વિજય દિવસને યાદ કરતા ભારત માતાની જયના નારા લગાડયા હતા. આ સાથે અમુક લોકોને ભારત માતાની જયજયકાર કરવામાં વાંધો હોવાનું કહ્યું હતું અને કોંગ્રેસ દેશને તોડવા માગતા લોકો સાથે હોવાનું ઉમેર્યું હતું.  
રાયબરેલીમાં સભા બાદ વડાપ્રધાન મોદી આજે રવિવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. જ્યાં ઁ કુંભ મેળાના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ ગંગા આરતી કરી હતી.  મોદીએ પ્રયાગરાજમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી સહિત કોંગ્રેસ ઉપર નિશાત તાકતાંક હ્યું હતું કે, છેલ્લા અમુક સમયથી જેવી રીતે ન્યાયપાલિકા ઉપર દબાણ બનાવવાની પ્રવૃતિ શરૂ થઈ છે. તેવામાં યુવા પેઢીએ જાગૃત થવાની જરૂર છે.  
 

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer