ડેમ નજીકનાં 146 ગેસ્ટહાઉસોને લીઝથી આપવાની રાજ્યની યોજના

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : રોકડ નાણાંની ખેંચ અનુભવતી રાજ્ય સરકારે 146 ડેમ અને પાણીનાં સંચયસ્થાનો આસપાસના વિસ્તારોમાંના તેના બંગલાઓની અંદાજે 2000 રૂમો પ્રવાસન માટે લીઝ પર ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ભાજપના સિનિયર નેતા ગિરીશ મહાજનના વડપણ હેઠળ ડિપાર્ટમેન્ટ એક સપ્તાહમાં આ માટેનાં ટેન્ડરો બહાર પાડશે. અમે 10 વર્ષ માટે ગેસ્ટ હાઉસ લીઝ પર આપવાની અને ભાડાં દરમાં 10 ટકાનો વધારો કરવાની દરખાસ્ત ધરાવીએ છીએ. આ તદ્દન પારદર્શક પૉલિસી રહેશે.
જે ડેમ અને પાણી સંચયસ્થાનો આ યાદીમાં હોવાની શક્યતા છે તેમાં નાગપુર નજીક પીન્ચ નગર, નાશિક પાસે ભંડારા, મુંબઈ-નાશિક હાઈવે પાસે ભાત્સા, પુણે નજીક પાનશેત અને સાતારા જિલ્લામાં કોયના વગેરે આવેલાં છે.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer