જાહેર ક્ષેત્રની બૅન્કો એક લાખ કર્મચારીઓની ભરતી કરશે

મુંબઈ, તા. 17 : પીએસયુ બૅન્કોએ તેમની ભરતીની યોજનાને બનાવી છે. એસબીઆઈ, બૅન્ક અૉફ બરોડા, કૅનેરા બૅન્ક અને સિન્ડિકેટ બૅન્ક જેવી જાહેર ક્ષેત્રની બૅન્કો ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ એક લાખ કર્મચારીઓની ભરતી કરવાની યોજના ધરાવે છે.
આ સરકારી બૅન્કો તમામ સ્તરે ભરતી કરવાની છે જેમાં વેલ્થ મૅનેજમેન્ટ, એનાલિટિક્સ, સ્ટ્રેટેજી, ડિજિટલ, કસ્ટમર સર્વિસની સ્પેશિયલ કામગીરીનો સમાવેશ થાય છે. પબ્લિક સેક્ટરની બૅન્કોમાં હવે ક્લાર્ક ઓછા અને અૉફિસર્સ વધારે છે. કુલ કર્મચારીઓમાંથી લગભગ 20 ટકા ક્લાર્કની કેટેગરીમાં આવે છે. માત્ર સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાના લગભગ 45 ટકા કર્મચારીઓ આવી કેટેગરીમાં આવે છે એમ સૌથી મોટી સ્ટાફિંગ કંપનીઓ પૈકીની એક ટીમ લીઝનો અહેવાલ જણાવે છે. ટીમ લીઝ ખાતે બૅન્કિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસીસના બિઝનેસ હેડે જણાવ્યું હતું કે સરકારી માલિકીની બૅન્કો જંગી લેડ એસેટનો સામનો કર્યા પછી વધુ સ્પર્ધાત્મક બની રહી છે. બિઝનેસને ઉત્તેજન આપવા માટે પીએસયુ કલ્ચરમાં ફેરફાર કરવાની જરૂર છે. ભરતીની પેટર્નમાં પણ આ બાબત જોવા મળી છે. હવે તો પ્રાઈવેટ બીડર્સની વય પ્રમાણે ભરતી કરી રહ્યા છે. તેનાથી અમુક સમય બાદ યીલ્ડ પ્રાપ્ત થશે.
લેટરલ હાયર્સને બાદ કરતાં આ બૅન્કોએ છેલ્લાં બે વર્ષમાં લગભગ 95,000ને ક્લાર્ક, મૅનેજમેન્ટ ટ્રેઈની, પ્રોબેશનરી અૉફિસર્સ તરીકે ભરતી કર્યા હતા. આગળ જતાં આ જનરલ પ્રકારની ભરતી થકી ચોક્કસ સ્ટ્રેટેજી આધારિત હાયરિંગને ઉત્તેજન મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer