ઈ-ટેલર્સ દ્વારા અપાતાં ધરખમ વળતર પર લગામ આવશે

નવી દિલ્હી, તા. 17 : સરકારે ઈ-કૉમર્સ પ્લેયર્સ પર લગામ તાણવા માટે તેમના દ્વારા અપાતાં ધરખમ વળતર તેમ જ બેફામ કૅશબેક અને ફ્રીબીઝ જેવા લાભો અટકાવી દેવાની યોજના પુનર્જીવિત કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ડોમેસ્ટિક રિટેલર્સનાં હિતોને ધ્યાનમાં રાખવાની સાથોસાથ ઈ-કૉમર્સ સેક્ટરને સુદૃઢ બનાવવાના ઉપાય વિચારી રહ્યું છે કેમકે આવા અનેક રિટેલર્સે ઈ-ટેલર્સની પ્રતિકૂળ સ્પર્ધા ઉપરાંત નોટબંધી અને જીઅસેટીની માઠી અસરથી તેમના ધંધાને ભારે નુકસાન થયું હોવાની ફરિયાદ કરી છે.
સીએઆઈટી અને આરએસએસ સાથે સંલગ્ન સ્વદેશી જાગરણ મંચ જેવા સંગઠનોએ સ્થાનિક કિરાણા અને નાના દુકાનદારો વતી આ લડત ઉપાડી લીધી છે.
જોકે, સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક દુકાનદારો-વેપારીઓને ખુશ કરવા નહીં, પણ વૈશ્વિક સ્તરે ઈ-કૉમર્સને રેગ્યુલેટ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
ગત જુલાઈમાં સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કર્યાના ગણતરીના દિવસોમાં ડ્રાફ્ટ ઈ-કૉમર્સ પૉલિસીને હાંસિયામાં ધકેલી દેવામાં આવી હતી કારણકે તેના કારણે નાના વેપારીઓ તેમ જ દુકાનદારોના ધંધા સાવ ઠપ્પ થઈ ગયા હતા.
આ પૉલિસીમાં કેટલાંક સેગમેન્ટમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ને મંજૂરી આપવાની સાથે હોમગ્રોન ઈ-કૉમર્સ પ્લેયર્સને સૂચિત પ્રેફરન્સિયલ ટ્રીટમેન્ટ (પ્રાધાન્ય) આપવાનું પણ સૂચવવામાં આવ્યું હતું. જોકે પાછળથી એફડીઆઈ રદ કરાવા છતાં ઈ-કૉમર્સને રેગ્યુલેટ કરવાનો મુદ્દો ફરીથી ચર્ચામાં હોવાનું કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.
દરમિયાન, એક સૂત્રના જણાવવા મુજબ વૈશ્વિક સ્તરે આપણે રિટેલ સ્ટોર્સ બંધ થતાં જોઈ રહ્યા છીએ પછી તે બુક શોપ્સ હોય કે નાની પરચૂરણ દુકાનો એટલું જ નહીં, મોટા સેક્ટરો સુધ્ધાં દબાણ હેઠળ આવી ગયાં છે.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer