1984નાં શીખ રમખાણો : સજ્જનકુમારને જન્મટીપની સજા

1984નાં શીખ રમખાણો : સજ્જનકુમારને જન્મટીપની સજા
નવી દિલ્હી, તા. 17 : અંદાજે 34 વર્ષ પછી 1984ના શીખ રમખાણો મામલે દિલ્હી હાઈ કોર્ટની ડબલ બેન્ચે સોમવારે નીચલી કોર્ટના નિર્ણયને બદલીને કૉંગ્રેસી નેતા સજ્જનકુમારને દોષિત જાહેર કર્યા છે. સજ્જનકુમારને કાવતરું ઘડવાનો, હિંસા કરવાનો અને રમખાણો ફેલાવવા માટે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે સજ્જનકુમારને આજીવન કેદની સજા આપી છે. કોર્ટે સજ્જનકુમારને 31 ડિસેમ્બર સુધી સરન્ડર થવાનો સમય આપ્યો છે. અન્ય 6 કેસ પર કોર્ટ તેમનો ચુકાદો આપી રહી છે.  આ કેસ એક હત્યાકાંડ સાથે જોડાયેલો છે જેમાં નવેમ્બર 1984માં દિલ્હી છાવણીના રાજનગર વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડમાં કોંગ્રેસના નેતા સજ્જનકુમાર પણ આરોપી હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer