ફિલિપાઈન્સની કૈટરિઓનાએ મિસ યુનિવર્સ 2018નો તાજ જીત્યો

ફિલિપાઈન્સની કૈટરિઓનાએ મિસ યુનિવર્સ 2018નો તાજ જીત્યો
બેંગકોક, તા. 17 : થાઈલૅન્ડના બેંગકોકમાં યુઆંગ થોન્ગ થાનીમાં આયોજિત 67મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ફિલિપાઈન્સની કૈટરિઓના ગ્રેને મિસ યુનિવર્સનો તાજ પહેરાવામાં આવ્યો હતો. દ. આફ્રિકાની અને પૂર્વ મિસ યુનિવર્સ ડેમી લે નેલ પીટર્સે આ તાજ પહેરાવ્યો હતો. આ સ્પર્ધાના ટોચના 3 ફાઈનાલિસ્ટમાં મિસ ફિલિપાઈન્સ, મિસ સાઉથ આફ્રિકા અને મિસ વેનિઝુએલા રહી હતી, જેમાં મિસ ફિલિપાઈન્સ કૈટરિઓના ગ્રેના માથે મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
તો ફર્સ્ટ રનર અપ મિસ સાઉથ આફ્રિકાની ટૈમરિન ગ્રીન અને સેકન્ડ રનર અપ મિસ વેનિઝુએલા સ્થેકની ગુટરેજ રહી છે. 2018ની મિસ યુનિવર્સ કૈટરિઓના એલિસા ગ્રે ફિલાપાઈન્સની છે જે અૉસ્ટ્રેલિયાના ટેલિવિઝન પર હોસ્ટ અને સિંગર છે.
આ પહેલાંના પાંચ રાઉન્ડમાં ફિલિપાઈન્સ, સાઉથ આફ્રિકા અને વેનિઝુએલા ઉપરાંત પ્યુર્તો રિકો અને વિયેતનામની સ્પર્ધકે પોતાનું સ્થાન બનાવ્યું હતું તો આ સ્પર્ધાના ટોચના 10 રાઉન્ડમાં યજમાન દેશ થાઈલૅન્ડ ઉપરાંત નેપાળ, કૅનેડા, ક્યુરાકાઓ, કોસ્ટારિકા પણ સામેલ હતા, તો ભારતની મિસ ઇન્ડિયા નેહલ ચુડાસમા ટોચના 10માં પણ સ્થાન હાંસલ કરી શકી નહોતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer