આફ્રિકી ઓલરાઉન્ડર એલ્બી મોર્કલ નિવૃત્ત

આફ્રિકી ઓલરાઉન્ડર એલ્બી મોર્કલ નિવૃત્ત
ડરબન, તા.10: દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર એલ્બી મોકર્લે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પોતાની 20 વર્ષની કેરિયર દરમિયાન તે આફ્રિકા તરફથી 1 ટેસ્ટ, 58 વન ડે અને 50 ટી-20 મેચ રમ્યો હતો. જેમાં ક્રમશ: તેના નામે 1, 50 અને 26 વિકેટ હતી. 37 વર્ષીય એલ્બી મોર્કલ આઇપીએલનો સ્ટાર ખેલાડી રહી ચૂકયો છે. તેણે ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમીને 91 વિકેટ લીધી છે. એલ્બી મોર્કલના ભાઇ મોર્ને મોર્કલ પણ તાજેતરમાં સંન્યાસ લીધો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer