પીબીએલમાં સાઇના હારી : અવધ વોરિયર્સનો વિજય

પીબીએલમાં સાઇના હારી : અવધ વોરિયર્સનો વિજય
બેંગ્લુરુ, તા.10: બેઇવાન ઝાંગે સ્ટાર સાઇના નેહવાલને પીબીએલના ગઇકાલના મુકાબલામાં હાર આપીને તેની ટીમ અવધ વોરિયર્સને નોર્થ-ઇસ્ટર્ન વોરિયર્સ વિરૂધ્ધ જીત અપાવી હતી. ઝાંગની સાઇના પરની જીતથી અવધનો 4-1થી વિજય નોંધાયો હતો. સાઇનાની આ સત્રમાં ત્રણ મેચમાં આ બીજી હાર છે. સાઇનાનો બેઇવાન ઝાંગ સામે 11-15, 15-11 અને 15-7થી પરાજય થયો હતો. પીબીએલના નિયમ અનુસાર અવધ વોરિયર્સને ટ્રમ્પ મેચ જીતવા માટે 3 પોઇન્ટ મળ્યા હતા.

Published on: Fri, 11 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer