પંતની વિકેટકીપિંગ ટેક્નિકમાં સુધારા જરૂરી : એન્જિનિયર

પંતની વિકેટકીપિંગ ટેક્નિકમાં સુધારા જરૂરી : એન્જિનિયર
મુંબઇ, તા.10 : રીષભ પંતે ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટમાં 11 કેચ લઇને રેકોર્ડ બનાવ્યો હોય, પણ પૂર્વ મહાન ખેલાડી ફારૂક એન્જિનિયરનું માનવું છે કે દિલ્હીના આ યુવા ખેલાડીની વિકેટકીપીંગની ટેકનીકમાં ઘણી ખામી છે. જો કે પંતની બેટિંગની એન્જિનિયરે પ્રશંસા કરી હતી. સાથોસાથ આ પૂર્વ વિકેટકીપરે એમ પણ કહ્યંy કે વર્લ્ડ કપની ભારતીય ટીમમાં અનુભવી ધોની કે પંતમાંથી કોને પસંદ કરવો તે અવઢવ બની રહેશે. એન્જિનિયરે કહ્યં કે મારું અંગત રીતે માનવું છે કે પસંદગીકારો પંતના હાલના ફોર્મને નજરે રાખીને વર્લ્ડ કપની ટીમમાંથી છોડી શકશે નહીં. તેમણે પંતની વધુ પ્રશંસા કરવા કરતા ફકત પ્રોત્સાહિત કરવા સલાહ આપી હતી. પંતે તેની વિકેટકીપીંગમાં સુધારો કરવો પડશે.
Published on: Fri, 11 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer