આરબીઆઈ સરકારને જવાબ આપવા બંધાયેલી છે : બિમલ જાલન

આરબીઆઈ સરકારને જવાબ આપવા બંધાયેલી છે : બિમલ જાલન
નવી દિલ્હી, તા.10 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) સરકારને જવાબ આપવા બંધાયેલી છે અને સરકારે નક્કી કરેલા માળખાના હિસાબે આરબીઆઈએ નીતિ ઘડવી જોઈએ, એમ આરબીઆઈના ભૂતપૂર્વ ગર્વનર અને આરબીઆઈનું વધારાનું ભંડોળ સરકારને ટ્રાન્સફર કરવા માટે રચાયેલી પેનલના ચૅરમૅન બિમલ જાલને કહ્યું હતું. 
મહિને જાલનની નિમણૂક આ પેનલમાં થઈ હતી. આર્થિક મૂડી માળખા માટેની છ સભ્યની નિષ્ણાત કમિટીના વડા જાલને કહ્યું કે, નાણાકીય નીતિ ઘડવા માટે આરબીઆઈ સરકારને ઉત્તરદાયી છે. વિવિધ સંસ્થાઓ અને સરકારના મતો વચ્ચે ઘણો ફરક છે. આ કેસમાં રાજકીય પરિસ્થિતિને આધારે સમજવું જોઈએ કે હકીકતમાં નીચલા સ્તરે શું ચાલી રહ્યું છે. બીજી બાજુ સંસ્થા સરકારને સર્વિસીસ પૂરી પાડે છે, જેની મંજૂરી સરકારે આપી છે. 
તેમણે કહ્યું કે, સરકાર સાથેના મતભેદો દૂર થશે, કેમ કે આરબીઆઈ હવે નવા સંચાલન હેઠળ છે. આરબીઆઈ ગર્વનર હવે સરકાર તરફથી નીમાયા છે. મને આશા છે કે આરબીઆઈ તેમના નેજા હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરશે. અલગ મત હોવા વાજબી છે પરંતુ તેને દેશના હિત માટે આ પ્રશ્નોને આંતરિક રીતે ઉકેલવા જોઈએ. 
Published on: Fri, 11 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer