બીઓબીએ બચત ખાતાની મિનિમમ બેલેન્સ બમણી કરી

બીઓબીએ બચત ખાતાની મિનિમમ બેલેન્સ બમણી કરી
મુંબઈ, તા. 10 : બૅન્ક અૉફ બરોડાએ તેના ``બરોડા સેવિંગ્સ અકાઉન્ટ'' માટેની મિનિમમ ક્વાર્ટરલી એવરેજ બેલેન્સ (ક્યુએબી) રૂા. 1 હજારથી વધારીને રૂા. બે હજાર કરી છે. તે શહેરી, મેટ્રો અને અર્ધશહેરી વિસ્તારને લાગુ પડશે. આ સાથે બૅન્ક અૉફ બરોડામાં મર્જ થનારી વિજયા બૅન્ક અને દેના બૅન્કના બચત ખાતાધારકોને મિનિમમ બેલેન્સ વધશે કે શું તેવી ચિંતા સતાવી રહી છે.
બીઓબીના સૂચિત ખાતાધારકોએ પહેલી ફેબ્રુઆરીથી મેટ્રો અને શહેરની શાખામાં રૂા. 2000 મિનિમમ જાળવવાની રહેશે. અર્ધશહેરી વિસ્તારમાં મિનિમમ રૂા. 1000 ક્યુએબી રહેશે, જ્યારે ગામડાંમાં ``બરોડા સેવિંગ્સ અકાઉન્ટ'' ખાતાધારકે મિનિમમ રૂા. 500ની ક્યુએબીમાં કોઈ ફેરફાર કરાયો નથી.
મિનિમમ ક્યુએબી નહિ જળવાય તો શહેર અને મેટ્રો માટે મહત્તમ રૂા. 200 અને અર્ધશહેરી વિસ્તાર માટે રૂા. 1000 મહત્તમ ચાર્જ ચૂકવવો પડશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer