મેયરના બંગલામાં બાળ ઠાકરેના પ્રસ્તાવિત સ્મારક સામે હાઈ કોર્ટમાં થઈ અરજી

મુંબઈ, તા. 10 : મુંબઈના મેયરના શિવાજી પાર્કના સત્તાવાર નિવાસસ્થાને શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરેનું સ્મારક બાંધવાના નિર્ણયને વડી અદાલતમાં પડકારવામાં આવ્યો છે.
સમાજસેવક સંતોષ દૌંડકર દ્વારા નોંધાવવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે મેયરના બંગલામાં સ્મારક બનાવવાનો નિર્ણય રદ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. દૌંડકરે જણાવ્યું હતું કે આ જગ્યા ગ્રીન ઝોનમાં આવી છે એથી જમીનના ઉપયોગમાં ફેરફાર કરવાનો આદેશ રદ કરવામાં આવે. આ સૂચિત સ્મારક કોસ્ટલ રેગ્યુલેટરી રૂલ્સના ઉલ્લંઘન સમાન છે. આ સ્મારક બાંધવાથી કોસ્ટલ રેગ્યુલેટરી રૂલ્સનું ઉલ્લંઘન થાય છે. એ ઉપરાંત આ બંગલાનો સમાવેશ હેરિટેજ સ્ટ્રક્ચરમાં થાય છે.
Published on: Fri, 11 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer