ખડગેએ વર્માને કેફિયત રજૂ કરવા તક આપવા માગણી કરી હતી

નવી દિલ્હી, તા. 10: ખડગેએ આ મામલામાં કેન્દ્રિય તકેદારી પંચ (સીવીસી)ના તપાસ રીપોર્ટ સહિતના દસ્તાવેજો માગ્યા હતા. વર્માને પણ સમિતિ સમક્ષ હાજર રહી પોતાની કેફિયત રજુ કરવા તક અપાવી જોઈએ એવી માગણી ય ખડગેએ કરી હતી. વર્મા અને ખાસ ડિરેકટર અસ્થાનાએ એકમેક સામે ભ્રષ્ટાચારના કરેલા આક્ષેપોથી તેઓ વચ્ચેની તકરાર વણસતાં સરકારે ગયા ઓકટો.માં (સીવીસીની ભલામણથી) લાંબી રજા પર મોકલી દીધા હતા. મંગળવારના ચુકાદામાં અદાલતે વર્માને સીબીઆઈ વડા પદે બહાલ કર્યા પરંતુ તેમની સામેની તપાસ રિપોર્ટની સમીક્ષા પસંદગી સમિતિ ન કરે ત્યાં સુધી તેઓ નીતિવિષયક નિર્ણય પર મનાઈ ફરમાવી હતી. નાગેશ્વર રાવે 23 ઓકટોબરે વચગાળાના વડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ બીજા જ દિવસે મોટા પાયે અફસરોની બદલીઓ કરતા આદેશ આપ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer