અનામત ખરડાને સુપ્રીમમાં પડકાર

નવી દિલ્હી, તા. 10 : આર્થિક દૃષ્ટિએ પછાત સામાન્ય શ્રેણીના લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામત આપતા બંધારણ સુધારણા વિધેયકનો મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયો છે.
સંસદમાં આ બહુચર્ચિત બનેલા ખરડાને મંજૂરી મળ્યાના બીજા જ દિવસે ગુરુવારે એક સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ વિધેયકને પડકાર ફેંક્યો છે.
યૂથ ફોર ઈક્વેલિટી નામે સંગઠને તેની અરજીમાં સંવિધાન સંશોધનને અનામત પર સર્વોચ્ચ અદાલતના ફેંસલા વિરોધી પગલું ગણાવતાં વિરોધ કર્યો છે.
અહેવાલો અનુસાર જનરલ કોટાને પડકારતી અરજીમાં જણાવાયું છે કે, આર્થિક માપદંડ અનામતનો એકમાત્ર આધાર ન હોઈ શકે. અરજીમાં તેને બંધારણના બુનિયાદી ઢાંચાથી વિરુદ્ધ ગણાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer