તમામ કંપની માટે કેવાયસી બનશે અનિવાર્ય

શેલ કંપનીઓ ઉપર કસાશે સકંજો
 
નવી દિલ્હી, તા. 10 : શેલ કંપનીઓ સામે ચાલી રહેલા અભિયાન હેઠળ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ટૂંક સમયમાં કંપનીઓ માટે કેવાયસી(નો યોર કસ્ટરમર) પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરી રહી છે.  કેવાયસી પ્રક્રિયા હેઠળ તમામ કંપનીઓ માટે પોતાના પ્રમુખ અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો આપવી અનિવાર્ય રહેશે. આ પ્રક્રિયાથી વાકેફ એક અધિકારીના કહેવા પ્રમાણે આગામી એક મહિનાના સમયમાં જ નવી પ્રક્રિયા લાગુ કરી દેવામાં આવે તેવી સંભાવના છે.
શેલ કંપનીઓનું અસ્તિત્વ માત્ર કાગળ ઉપર જ હોય છે અને તેના માધ્યમથી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ માટે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા તમામ રજીસ્ટર્ડ કંપનીઓના ડાયરેક્ટરો માટે કેવાયસી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ડીઆઈએન એટલે કે ડાયરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર્સ ધરાવતા 33 લાખ ડાયરેક્ટરોમાંથી માત્ર 16 લાખે જ કેવાયસી પ્રક્રિયા પુરી કરી હતી. મંત્રાલય કેવાયસીની પ્રક્રિયાનો ઉપયોગ બનાવટી કંપનીઓને ઓળખવા માટે કરી રહી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer