આઇએમસી લેડીઝ વિન્ગ જાનકીદેવી બજાજ પુરસ્કાર પવિત્રા સુંદરેસનને એનાયત કરાયો

આઇએમસી લેડીઝ વિન્ગ જાનકીદેવી બજાજ પુરસ્કાર પવિત્રા સુંદરેસનને એનાયત કરાયો
મુંબઈ, તા.10 : ગ્રામીણ ભારતનાં મહિલા ઉદ્મશીલના યોગદાન અને ઉપલબ્ધિનું સન્માન કરતાં બૅન્ગલોરના વિંધ્ય ઈ-ઇન્ફોમીડિયા પ્રાઇવેટ લિમિટેડના સંસ્થાપક અને મૅનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પવિત્રા વાય. સુંદરેસનને 26મો આઇએમસી લેડીઝ વિન્ગ જાનકીદેવી બજાજ પુરસ્કાર 2018 એનાયત કરવામાં આવ્યો હતો. `એજ્યુકેટ ગર્લ્સ' નામની સંસ્થાનાં સંસ્થાપક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી સફીના હુસેને સુંદરસેનને આ એવૉર્ડ એનાયત કર્યો હતો. મહિલા પાંખની આ પહેલથી વધુ મહિલાઓને વેન્ચર કૅપિટલ ફન્ડેડ બિઝનેસ કરવાની પ્રેરણા મળશે. 
અતિથિવિશેષ સુપરમૉડલ માલિંદ સોમણે શ્રીમતી જાનકીદેવી બજાજની આત્મકથા `માય લાઇફ જર્ની'નું વિમોચન કર્યું હતું. 
આ પ્રસંગે બોલતાં સફીના હુસેને કહ્યું હતું કે પુરુષવાદી માનસ મહિલાની ભૂમિકા-વિકાસમાં અડચણ ઊભી કરે છે. દીકરીઓને ભણાવવી જોઈએ, એટલું જ નહીં, ટોચની વૈશ્વિક સંસ્થાઓઁએ કહ્યું છે કે છોકરીઓનો વિકાસ એ જ દેશની સંપત્તિ છે. આપણે બધાએ આમાં યોગદાન આપવું જોઈએ. મહિલાની પ્રગતિ કદાચ ધીમી હશે, પરંતુ આઇએમસીની મહિલા પાંખમાં બીજી સંસ્થાઓ સાથે કામ કરે છે એ જાણીને આનંદ થયો છે. મિલિંદ સોમણે કહ્યું હતું કે મહિલાઓને અનેક વિષયોની જાણકારી હોય છે અને તેઓ એમાં મોખરે હોય છે એનો મને ગર્વ છે.
મહિલા પાંખનાં અધ્યક્ષા શ્રીમતી મોહના નાયરે કહ્યું હતું કે પવિત્રાએ દિવ્યાંગો માટે કરેલા કામને માન્યતા આપવામાં અમને આદિં થાય છે. તેમનાં કાર્યોથી ગ્રામીણ ભાગમાં સાહસ કરનારાં જાનકીદેવી બજાજની યાદ તાજી થાય છે.  

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer