ટી-20માં શ્રીલંકા સામે કિવિઝનો 35 રને વિજય

ટી-20માં શ્રીલંકા સામે કિવિઝનો 35 રને વિજય
ઓકલેન્ડ, તા.11: ન્યુઝીલેન્ડે પ્રવાસી શ્રીલંકા સામેના એકમાત્ર ટી-20 મેચમાં 35 રને આસાન જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડના 179 રન સામે શ્રીલંકાની ટીમ 16.5 ઓવરમાં 144 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમા તિસારા પરેરાના 24 દડામાં 2 ચોકકા અને 3 છકકાથી 43 રન મુખ્ય હતા. શ્રીલંકાના પ બેટધર જ બે આંકડા સુધી પહોંચી શકયા હતા. કુસલ પરેરાએ 23 રન કર્યાં હતા. કિવિઝ તરફથી લોકી ફર્ગ્યૂસને અને ઇશ સોઢીએ 3-3 વિકેટ લીધી હતી. આ પહેલા ન્યુઝીલેન્ડે પૂંછડિયા ખેલાડી ડગ બ્રેસવેલના પ છકકાથી આતશી 44, રોશ ટેલરના 37 દડામાં 33 રનથી 20 ઓવરમાં 7 વિકેટે 179 રન કર્યાં હતા. શ્રીલંકા તરફથી રંજીથાએ 3 અને મલિંગાએ 2 વિકેટ લીધી હતી. શ્રીલંકાની ટીમ આ પહેલા ત્રણ વન ડેની શ્રેણીમાં પણ 0-3થી હારી હતી. જ્યારે બે ટેસ્ટની શ્રેણીમાં 1-0થી પરાજય નોંધાયો હતો.
Published on: Sat, 12 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer