રાકેશ અસ્થાના સામે જારી રહેશે તપાસ

રાકેશ અસ્થાના સામે જારી રહેશે તપાસ
દિલ્હી હાઈ કોર્ટે  એફઆઈઆર રદ  કરવાની  અરજી ફગાવી : 10 અઠવાડિયાંમાં તપાસ પૂરી કરવા સીબીઆઈને આદેશ 
 
નવી દિલ્હી, તા. 11 : દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈના વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ઝટકો આપ્યો છે. જેમાં હાઈકોર્ટે અસ્થાના સામેની તપાસને જારી રાખવાનું ફરમાન આપ્યું છે.  તેમજ સીબીઆઈને 10 અઠવાડિયાની અંદર તપાસ પુરી કરવાનો આદેશ પણ થયો છે. અસ્થાના સામે પૂર્વ સીબીઆઈ પ્રમુખ આલોક વર્માએ ભ્રષ્ટાચારના મામલામાં એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. જે સામે અસ્થાનાએ એફઆઈઆર રદ કરવાની અરજી કરી હતી. 
દિલ્હી હાઈકોર્ટે રાકેશ અસ્થાના અને ડીએસપી દેવેન્દ્ર કુમાર દ્વારા એફઆઈઆર રદ કરવાની માગણી કરતી અરજી ફગાવી હતી અને કહ્યું હતું કે, અસ્થાના સામેની તપાસ ચાલુ રહેશે. આ સાથે કોર્ટે સીબીઆઈને અસ્થાના અને દેવેન્દ્ર કુમાર સામેની તપાસ 10 અઠવાડિયામાં પુરી કરવાનો આદેશ પણ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, એક લોકસેવક સામે એફઆઈઆર દાખલ થાય તે ચિંતા અને તનાવનું કારણ છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ એફઆઈઆરમાં મુકેલા આરોપોને ધ્યાને લઈને તેની તપાસ જરૂરી છે. હૈદરાબાદના બિઝનેસમેન સતિશ બાબુ સનાની ફરિયાદના આધારે અસ્થાના સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સીબીઆઈના વિશેષ ડાયરેક્ટરે ત્રણ કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. બીજી તરફ અસ્થાનાએ હવે ધરપકડથી બચવા માટે બે અઠવાડિયાની રોકની માગણી કરી છે.
Published on: Sat, 12 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer