ગોલ્ડ બોન્ડ્સની નવી સિરીઝ માટે સોનાનો ભાવ ગ્રામદીઠ રૂા. 3214 નિયત કરાયો

મુંબઈ, તા. 12 : સોમવારથી શરૂ થઈ રહેલી સોવેરિયન ગોલ્ડ બોન્ડ્સની નવી શ્રેણી માટે સરકારે ગ્રામદીઠ રૂા. 3214નો ભાવ નિયત કર્યો છે. સોવેરિયન ગોલ્ડ બોન્ડ્સ 2018-'19 (સિરીઝ પાંચ) 14થી 18 જાન્યુઆરી માટે ખુલશે એમ આરબીઆઈએ જણાવ્યું હતું.
સરકારે આરબીઆઈ સાથેની સલાહ-મસલત પછી જે ઇન્વેસ્ટરો ઓનલાઈન અરજી કરે અને ડિજિટલ પદ્ધતિ થકી પેમેન્ટ કરે તેને તેની નોમિનલ કિંમત કરતાં ઓછી એટલે ગ્રામદીઠ રૂા. 50ના ડિસ્કાઉન્ટે ઓફર કરાશે. આવા ઇન્વેસ્ટરો માટે ગોલ્ડ બોન્ડનો ઇસ્યૂ ભાવ રૂા. 3164નો રહેશે.
બોન્ડ્સનું વેચાણ બૅન્કો, સ્ટોક હોલ્ડિંગ કૉર્પેરેશન અૉફ ઇન્ડિયા લિ. નિયુક્ત થયેલા પોસ્ટ અૉફિસરો, બીએસઈ અને એનએસઈ જેવાં સ્ટોક એકસ્ચેન્જો થકી કરાશે. સ્કીમ હેઠળ બોન્ડ્સ એક ગ્રામ સોનાના યુનિટ્સમાં અને તેના ગુણાંકમાં ડિમોનિટેડ કરાયો હશે. બોન્ડ્સમાં લઘુતમ રોકાણ વ્યક્તિદીઠ એક ગ્રામ માટે અને વધુમાં વધુ 500 ગ્રામ માટે કરી શકાશે. વ્યક્તિ અને એચયુએફ માટે સબ્ક્રીપ્શનની મહત્તમ મર્યાદા 4 કિલોની અને ટ્રસ્ટ્સ માટે નાણાકીય વર્ષમાં 20 કિલોની રહેશે.
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer