ઇન્ડોનેશિયા માસ્ટર્સમાં સિંધુ, સાઇના અને શ્રીકાંત ભારતની ચુનૌતી રજૂ કરશે

ઇન્ડોનેશિયા માસ્ટર્સમાં સિંધુ, સાઇના અને શ્રીકાંત ભારતની ચુનૌતી રજૂ કરશે
જાકાર્તા, તા.21: ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુ ઇન્ડોનેશિયા માસ્ટર્સમાં તેના નવા સત્રના અભિયાનનો પ્રાંરભ આવતીકાલ મંગળવારથી કરશે. જ્યારે અનુભવી શટલર સાઇના નેહવાલ અને કિંદાબી શ્રીકાંત તેમનું ફોર્મ જાળવી રાખવાના ઇરાદે અને ટ્રોફી વિજયના લક્ષ્યાંક સાથે કોર્ટમાં ઉતરશે. સિંધુએ ગયા વર્ષે સાત ફાઇનલની હાર બાદ આખરે વર્લ્ડ ટૂર ફાઇનલ્સનો ખિતાબ કબજે કર્યોં હતો. આ પછી તે વિશ્રામમાં હતી અને હવે ઇન્ડોનેશિયા માસ્ટર્સ દ્રારા નવી સિઝનની શરૂઆત કરી રહી છે.
પીબીએલ રમ્યા બાદ સિંધુએ ગત સપ્તાહે રમાયેલા મલેશિયા માસ્ટર્સમાં ભાગ લીધો ન હતો.  આ ટૂર્નામેન્ટમાં સાઇના સેમિ ફાઇનલમાં પહોંચીને કેરોલિના મારિન સામે હારી હતી. ઇન્ડોનેશિયા ઓપનમાં સિંધુ તેના અભિયાનનો પ્રારંભ પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન લિ શરુઇ વિરૂધ્ધ કરશે. આગળ જતાં કવાર્ટર ફાઇનલમાં સિંધુની ટકકર કેરોલિના મારિન સામે થઇ શકે છે. 
બીજી તરફ સાઇનાને સિંધુની તુલનામાં આસાન ડ્રો મળ્યો છે. તે પહેલા રાઉન્ડમાં કવોલીફાયર ખેલાડી સામે રમશે. કવાર્ટરમાં તેની ટકકર જાપાનની અકાને યામાગૂચી સામે થઇ શકે છે. જયારે શ્રીકાંત પહેલા રાઉન્ડના મેચમાં મલેશિયાના ખેલાડી લિયૂ ડોરિન સામે રમશે.  ભારતના બીજા યુવા ખેલાડી સમીર વર્મા, સાઇ પ્રણિત અને એચએસ પ્રણોય પણ ઇન્ડોનેશિયા માસ્ટર્સમાં ભાગ લઇ રહ્યા છે. ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન. સિકકી રેડ્ડીની જોડી રમવાની છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer