નિશિકોરી અને જોકોવિચ પણ અંતિમ આઠમાં

નિશિકોરી અને જોકોવિચ પણ અંતિમ આઠમાં
મેલબોર્ન તા.21: જાપાનનો કાઇ નિશિકોરી  પહેલા બે સેટ ગુમાવ્યા બાદ સ્પેનના  પાબ્લો કારેનો બસ્ટાને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનના કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. નિશિકોરીએ મેરેથોન મુકાબલાના અંતે 6-7, 4-6, 7-6, 6-4 અને 7-6થી જીત મેળવી હતી. નિશિકોરની ટકકર નંબર વન જોકોવિચ સામે થશે. જોકોવિચે દાનિલ મેદવેદેવ સામે 6-4, 7-6, 6-2 અને 6-3થી જીત મેળવી હતી.
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer