અમદાવાદ, તા. 21 : કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ દેશના ટેક્સ્ટાઈલ ક્ષેત્રમાં ડયૂટી ડ્રોબેક-કરતાં વધારા આપવાના નિર્દેશો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતીયો જે વત્ર પહેરે છે તેની સાઈઝ અંગે સર્વે કરાવવામાં આવશે અને યુએસ તથા યુકે સાઈઝની જેમ ભારતીયો માટે પણ કપડાંની સાઈઝ નક્કી કરાશે, એમ એસોએમ દ્વારા આયોજિત ટેક્સ્ટાઈલ કોન્કલેવમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટેક્સ્ટાઈલ સેકટરની રિબેટ અૉફ સ્ટેટ લેવીઝ આરઓએસએમ અને એમ્બેડેડ ટેક્સ અંગે કેન્દ્ર ટૂંક સમયમાં નિર્ણય લેશે અને ટેક્સની એકસ્પોર્ટ નહીં થાય. 2014 સુધીમાં ગુજરાતમાં નવ ટેક્સ્ટાઈલ પાર્ક હતા તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આરઆરડી 17 ટેક્સ્ટાઈલ પાર્ક ગુજરાતમાં મંજૂર થયા છે. તેમાંથી છ પૂર્ણ થયા છે.
વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ 2019ના અંતિમ દિવસે મહાત્મા મંદિર ખાતે ટેક્સ્ટાઈલ કોન્કલેવ અંતર્ગત આયોજિત ``એક્સ્પ્લોશિંગ ગ્રોસ પોટેન્શિયલ ઇન ટેક્સ્ટાઈલ ફૉર બિલ્ડિંગ ન્યૂ ઇન્ડિયા'' વિષયક સેમિનાર યોજાયો હતો. ટેક્સ્ટાઈલ ક્ષેત્રે એપરલ ઇન્ડસ્ટ્રીઝમાં વધુ ને વધુ લોકોને રોજગાર મળતી થાય તે માટે સરકાર સમગ્ર દેશમાં પ્રથમ એવી ટેક્સ્ટાઈલ યુનિટ શરૂ કરવા માટે લેવામાં આવતી લોન ઉપર રાજ્ય સરકાર દ્વારા છ ટકા સુધીના વ્યાજ માટે સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. પાવરલૂમ એકમો જે રાહત મળી તે માટે બિલિંગ પર રૂા. 3 અને અન્ય પ્રોસેસ પર રૂા. બેની બીજા બિલમાં પ્રતિ બુકની છૂટછાટ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી હતી.
ટેકસ્ટાઈલ ક્ષેત્રને ડયૂટી ડ્રોબેકનો લાભ મળશે
