આર્થિક અનામત મુદ્દે કેન્દ્રને મદ્રાસ હાઈ કોર્ટની નોટિસ

ચૈન્નઈ, તા. 21 (પીટીઆઈ) : સામાન્ય વર્ગના આર્થિક પછાત લોકોને 10 ટકા અનામત આપવાના કાયદા ઉપર મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આર્થિક અનામત મુદ્દે 18 ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવા આદેશ કર્યો છે. ડીએમકે સંગઠન સચિવ આરએસ ભરાતીની અરજી ઉપર હાઈકોર્ટ દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. જેમાં ભરાતીએ સવર્ણોને આર્થિક અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર્યો છે. આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને નોકરી અને શિક્ષામાં 10 ટકા અનામતનો ખરડો 124માં સંવિધાન સંશોધન વિધાયક તરીકે પસાર લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer