મુંબઈના મેયર રાણીબાગના બંગલામાં આખરે શિફ્ટ થયા

મુંબઈના મેયર રાણીબાગના બંગલામાં આખરે શિફ્ટ થયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર સોમવારથી ભાયખલાના રાણીબાગમાં રહેવા ચાલ્યા ગયા છે. તેમના શિવાજી પાર્ક ખાતેના બંગલામાં બાળ ઠાકરેનું સ્મારક તૈયાર થતું હોવાથી તેઓ રાણીબાગના બંગલામાં રહેવા ગયા છે.
આજે ગણેશપૂજા કરાવીને તેમણે નવા બંગલામાં ગૃહપ્રવેશ કર્યો હતો. આ બંગલો બ્રિટિશ કાળનો છે અને એ 1931માં બંધાયો હતો.
વાસ્તવમાં બ્રિટિશરોએ મોજમજા કરવા અને પાર્ટી માટે આ બંગલો બનાવ્યો હતો. 1974થી આ બંગલો મહાપાલિકાના પ્રશાસકીય અધિકારીઓનું નિવાસસ્થાન બન્યો હતો. બંગલાનો કુલ વિસ્તાર આશરે 17,000 ચોરસ ફૂટ જેટલો છે અને એ બંગલો 6000 ચોરસ ફૂટ જમીન પર ઊભો છે. એમાં ભોંયતળિયે ચાર અને ઉપરના માળ પર ચાર મળી કુલ આઠ રૂમ છે.
જ્યારે અગાઉનો શિવાજી પાર્કના બંગલાનો વિસ્તાર 40,000 ચોરસ ફૂટ હતો. મલાડની ખાણમાંથી આવેલા પથ્થરમાંથી એ બંગલો બનાવવામાં આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer