જેએન ગણેશ સામે એફઆઈઆર, પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા

જેએન ગણેશ સામે એફઆઈઆર, પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા
કૉંગ્રેસ વિધાયકોમાં મારપીટ
 
બેંગલુરુ, તા. 21 : બેંગલુરૂના ઈગલટન રિસોર્ટમાં કોંગ્રેસના વિધાયકો વચ્ચે થયેલી મારપીટના મામલામાં કોંગ્રેસ વિધાયક આનંદ સિંહે સાથી વિધાયક જેએન ગણેશ સામે એફઆઈઆર દાખલ કરાવી છે. આ ઉપરાંત કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવના નિર્દેશ ઉપર કેપીસીસી મહાસચિવ વીવાઈ ઘોરપડેએ જેએન ગણેશને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. બીજી તરફ જેએન ગણેશે દાવો કર્યો હતો કે શનિવારે ઈગલટન રિસોર્ટમાં થયેલી કથિત મારપીટમાં પોતે પણ ઈજાગ્રસ્ત થયા હતા. ગણેશે મારપીટ થયાનો સંકેત આપ્યો હતો પણ આનંદ સિંહના માથામાં બોટલ મારવાના અહેવાલોને નકાર્યા હતા. ગણેશે કહ્યું હતું કે, સમગ્ર ઘટના જાણીજોઈને નથી બની. ભીમા નાઈક (વિધાયક) અને આનંદ સિંહ વચ્ચેના મતભેદો દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો અને આ મુદ્દે ઘર્ષણ થયું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer